ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી/ જી.પી.એસ.સી./ સ્ટેટ કમિશન/ બેંક / એલ.આઇ.સી/ ગૌણ સેવા પસંદગી મંડળ/ જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ -૧,૨ અને ૩ ની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. 20,000/- સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના વર્ષ 2017-18 માં શરૂ કરવામાં આવી હતી.
SC વિધાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સહાય યોજના
વિદ્યાર્થીએ આ યોજનાનો લાભ લેવા માટે ફક્ત ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્રારા જે વિદ્યાર્થીને ઓનલાઇન મંજુરી આપવામાં આવશે તે વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે.
ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓનું રાજ્ય કક્ષાએથી નિયમોનુસાર મેરિટ બન્યા બાદ મેરિટમાં આવતા લાભાર્થીઓને જ નિયમોનુસાર(જોગવાઇ અને લક્ષ્યાંક ધ્યાને લઈને) તાલીમ સહાય ચૂકવવામાં આવશે.
સ્નાતકની પરીક્ષા 50% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવી હશે તો જ આ યોજનાનો લાભ મળશે. પુરુષ હોય તો મહત્તમ 35 વર્ષ અને સ્ત્રી હોય તો 40 વર્ષ વયમર્યાદા રહેશે. અરજી કરનાર અથવા અરજી કરનારના માતા કે પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઇએ.
વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે નીચે મુજબની હોવી જોઇએ.
- સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ.
- સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ.
- સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિન્ટ) મશીન હોવું જોઇએ.
તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ.
- મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, 1950.
- કંપની અધિનિયમ, 1956
- શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1948 (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, 1948).
લાભાર્થી તાલીમ મેળવ્યા બાદ કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલી આપવાની રહેશે.
અનુસૂચિત જાતિના વિધાર્થીઓને આ સહાય માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- આવકનું પ્રમાણપત્ર
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો
- જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
ઓફિશિયલ વેબસાઈટ: https://esamajkalyan.gujarat.gov.in
0 Comments