ધી મહેસાણા અર્બન કો-ઓપ. બેંક લિ. કલેરિકલ ટ્રેઈની ભરતી 2024

ધી મહેસાણા અર્બન કો-ઓપ. બેંક લી., મહેસાણા દ્વારા હાલમાં જ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. જેમાં કલેરિકલ ટ્રેઈની સ્ટાફ ની જરૂર હોઈ તેની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.



ઉત્તર ગુજરાતની અગ્રણી મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ બેંક જેનો બિઝનેસ રૂપિયા 15,300 કરોડ થી પણ વધારે છે. બેંકને કલેરિકલ ટ્રેઈની સ્ટાફની જરૂરિયાત હોઈ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ બેંકની વેબસાઈટ mucbank.com ઉપર જઈને ઓનલાઈન અરજી તારીખ 31/07/2024 સુધીમાં કરવાની રહેશે.

ઓનલાઈન કરેલ અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કોપી સાથે રૂપિયા 100 નો બેંક (ધી મહેસાણા અર્બન કો-ઓપ. બેંક લિ.) ના નામનો નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફટ, લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, એલ.સી.ની. કોપી તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ નંગ-2 સાથે રજીસ્ટર પોસ્ટ કે કુરિયર દ્વારા બેંકના સરનામે તારીખ 10/08/2024 સુધીમાં મળે તે રીતે મોકલી આપવી.છેલ્લા સેમિસ્ટરની પરીક્ષા આપેલ હશે અને રિઝલ્ટ આવવાનું બાકી હશે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. પર્સનલ ઈન્ટરવ્યૂ સમયે પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કરેલ હશે તે ઉમેદવાર જ લાયકાત ગણવામાં આવશે.


જગ્યાનું નામ

કલેરિકલ ટ્રેઈની

કુલ જગ્યા

50 આશરે

લાયકાત

UGC માન્ય ગુજરાતની યુનિવર્સિટી

1) MCom, MSc (Science), MCA, MBA (ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન બંને પૈકી એકમાં ઓછામાં ઓછા 55% હોવા જરૂરી)

2) MSc (Science), MCA, MBA ના ડાયરેક્ટ કોર્સમાં ઓછામાં ઓછા 55% હોવા જરૂરી

વય મર્યાદા

તારીખ 01/07/2024 ના રોજ 21 વર્ષથી વધુ અને વધુમાં વધુ 30 વર્ષ સુધી

પગારધોરણ

પ્રથમ વર્ષ માસિક ફિક્સ પગાર 19,900 અને બીજા વર્ષ 20,000 રહેશે અને ત્યારબાદ કલેરિકલ સ્કેલ મુજબ પગાર ચૂકવવામાં આવશે. (આશરે રૂપિયા 29,100)

લેખિત પરીક્ષા

IBPS મુંબઈ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ કોલિફાઈડ ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યૂ થી સિલેક્શન કરવામાં આવશે.

ખાસ નોંધ

  • ઓનલાઈન સિવાય ડાયરેક્ટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
  • આ જગ્યાઓ મહેસાણા જિલ્લા સિવાયની દૂરની શાખાઓ માટે ભરવાની છે.
  • ઓનલાઈન અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદ્દ બાતલ ગણાશે.

સરનામું

ધી મહેસાણા અર્બન કો-ઓપ. બેંક લિ., મહેસાણા
(મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ બેંક)
હેડ ઓફિસ: અર્બન કોર્પોરેટ બિલ્ડિંગ, હાઈવે, મહેસાણા-384002
ફોન નંબર: (02762) 257233, 257234

જે મિત્રો તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈ નોટિફિકેશન મેળવવા માંગે છે તેઓ https://www.mucbank.com વેબસાઈટ ઉપર જઈને મેળવી શકે છે. ત્યાં જઈને સંપૂર્ણ વિગતો વાંચી અને પછી જ અરજી કરવી.

Post a Comment

0 Comments