આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2022 , ૫ લાખ સુધીની મફત સારવાર

 આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2022 : ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.



આયુષ્યમાન ભારત યોજના 2022

યોજનાનું નામ પીએમ આયુષ્માન ભારત યોજના (ધાનમંત્રી જન આરોગ્ય યોજના)

શરુ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ

લાભ હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર

આરોગ્ય મંત્રાલય દ્વારા 1350 પેકેજોનો સમાવેશ જેમાં કીમોથેરાપી, મગજની સર્જરી, જીવન બચાવવા વગેરેનો સમાવેશ થાય છે.

સત્તાવાર વેબસાઈટ https://mera.pmjay.gov.in/

હેલ્પલાઈન 14555



આયુષ્યમાન ભારત યોજનાનો લાભ

આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં 10.74 કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં 50 કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે.


આ પણ વાંચો : ઘરે બેઠા પૈસા કમાવવા માટે ગુગલ ની નવી એપ્લિકેશન – ગુગલ ટાસ્ક મેટ



કોણ લાભ લઇ શકશે ?

ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.


કોઈ જાતિગત-આવક-ઉંમર મર્યાદા છે?

આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે, જેઓ નાના તેમજ કાચા ઘરમાં રહે છે, ઘર વિહિન છે, ઉપરાંત તમામ પ્રકારનાં શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે. આવો પરિવાર કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્યમાન ભારતનો લાભ મળશે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.


કેવી રીતે લાભ મળશે ?

આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે બી.પી.એલ. કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.






Post a Comment

0 Comments